shakay chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શકાય છે

shakay chhe

શ્યામ સાધુ શ્યામ સાધુ
શકાય છે
શ્યામ સાધુ

મણકા સમી એને વિખેરી શકાય છે,

ઇચ્છાઓ જળની જેમ ઉલેચી શકાય છે!

આવો તરસને આંખનું ઉપનામ આપીએ,

મૃગજળ સમું કહે છે સમેટી શકાય છે!

નિર્મમપણાની ભીંત ઉપર આવું કૈં લખો,

‘આ શૂન્યતાઓ દૂર ખસેડી શકાય છે!’

વસ્ત્રો સમા દિવસ તમે ફેંકી શકો નહીં,

હા, એટલું ખરું કે પહેરી શકાય છે!

એકાદ ચિંતા ફૂલની માફક ચૂંટી જુઓ,

લિપિ ઘણીય ઊંધી ઉકેલી શકાય છે!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 166)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981