juna shaherni mulakate - Ghazals | RekhtaGujarati

જૂના શહેરની મુલાકાતે

juna shaherni mulakate

રાધિકા પટેલ રાધિકા પટેલ
જૂના શહેરની મુલાકાતે
રાધિકા પટેલ

શહેર મારું હવે મારું રહ્યું ના.

એક તોરણ ત્યાં મને લીલું મળ્યું ના.

સહુ મળ્યાં જૂના મને ચહેરા નવા લઈ;

કલેવર જૂનું ઉતર્યું ના.

હું સ્મરણની પોટલી લઇને ગયેલી;

ગાંઠ ખોલી તો કશું પણ નીકળ્યું ના.

આમ થાશે, એમ થાશે, કે પછી એમ...?

ના થયું, કંઈ ના થયું, કંઈ પણ થયું ના.

ઝાડ જેવું ઝાડ સંકોરાઈ ગયું.

બાઅદબ ઉભું રહ્યું, ભેટી પડ્યું ના.

ધ્રુવનો તારો હવે મારું શહેર છે;

શહેર- મારું હતું, મારું રહ્યું ના.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ