shabdono sansaar alag chhe - Ghazals | RekhtaGujarati

શબ્દોનો સંસાર અલગ છે

shabdono sansaar alag chhe

દિનેશ ડોંગરે 'નાદાન' દિનેશ ડોંગરે 'નાદાન'
શબ્દોનો સંસાર અલગ છે
દિનેશ ડોંગરે 'નાદાન'

શબ્દોનો સંસાર અલગ છે;

વ્હેતા જળની ધાર અલગ છે.

બ્હાર સળગતી આગ જુદી ને;

ભીતરમાં અંગાર અલગ છે.

કબીરી ચાદર છે ભૈ;

એના તારેતાર અલગ છે.

તારી ચિંતા સાવ નિરાળી;

મારા મનમાં ભાર અલગ છે.

ઘરઘરમાં અંધારું છે પણ;

હર ઘરનો અંધાર અલગ છે.

જળ લઈને આવી પનિહારી;

માથા પરનો ભાર‌ અલગ છે.

જીવન જીવું છું પણ‌ 'નાદાન';

પીડા પારાવાર અલગ છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ