રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં,
પહેલા સમું કશું નથી ‘ચોપાસ’ શબ્દમાં.
અંદર ગયા પછી બહુ ભારે થતો ગયો,
નક્કી જ ભેળસેળ છે કંઈ ‘શ્વાસ’ શબ્દમાં.
તારા ગયાના અર્થમાં ખાલી જગા હતી,
ડૂમા વસી ગયા બધે ‘અવકાશ’ શબ્દમાં.
સૂરજ ઠર્યો તો સાંજના દીવા કર્યા તમે,
શું શું બળી ગયું હશે ‘અજવાસ’ શબ્દમાં.
હું ‘ને અરીસો બેઉ જણ થીજી ગયા ‘ગ.મિ.’,
કેવી પડી તિરાડ આ ‘અહેસાસ’ શબ્દમાં.
taro satat abhaw chhe ‘akash’ shabdman,
pahela samun kashun nathi ‘chopas’ shabdman
andar gaya pachhi bahu bhare thato gayo,
nakki ja bhelsel chhe kani ‘shwas’ shabdman
tara gayana arthman khali jaga hati,
Duma wasi gaya badhe ‘awkash’ shabdman
suraj tharyo to sanjna diwa karya tame,
shun shun bali gayun hashe ‘ajwas’ shabdman
hun ‘ne ariso beu jan thiji gaya ‘ga mi ’,
kewi paDi tiraD aa ‘ahesas’ shabdman
taro satat abhaw chhe ‘akash’ shabdman,
pahela samun kashun nathi ‘chopas’ shabdman
andar gaya pachhi bahu bhare thato gayo,
nakki ja bhelsel chhe kani ‘shwas’ shabdman
tara gayana arthman khali jaga hati,
Duma wasi gaya badhe ‘awkash’ shabdman
suraj tharyo to sanjna diwa karya tame,
shun shun bali gayun hashe ‘ajwas’ shabdman
hun ‘ne ariso beu jan thiji gaya ‘ga mi ’,
kewi paDi tiraD aa ‘ahesas’ shabdman
સ્રોત
- પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 73)
- સર્જક : મિલિન્દ ગઢવી
- પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ
- વર્ષ : 2019