રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,
ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ.
ક્યાંય નહીં અવચેતન જેવું વીસરાતાં ચાલ્યાં ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ.
પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ હું પણ ખોલું તું પણ ખોલ.
સાલ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું હું પણ ઘોળું તું પણ ઘોળ.
મન મરકટની ચાલ જ ન્યારી; વણપ્રીછયું પ્રીછે કૈં વાર,
પલમેં માસા પલમેં તોલા હું પણ તોળું તું પણ તોળ.
શબ્દોના વૈભવની આડે અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા હું પણ પોલું તું પણ પોલ.
saw ajani bhasha jewun hun pan bolun tun pan bol,
bhed bharamna tanawana hun pan kholun tun pan khol
kyanya nahin awchetan jewun wisratan chalyan osan,
Dhol baje anahadna bhitar hun pan Dolun tun pan Dol
preet pachhino pahelo awsar ghenabhri pampan par bethun,
aj sakhi monhe ghunghat ke pat hun pan kholun tun pan khol
sal lagolag bhawna mathe wanbolyano adhman bhaar,
haiya sotun amrit galatun hun pan gholun tun pan ghol
man marakatni chaal ja nyari; wanaprichhayun prichhe kain war,
palmen masa palmen tola hun pan tolun tun pan tol
shabdona waibhawni aaDe arthona boda rankar,
chet machhandar gorakh aaya hun pan bolun tun pan bol

સ્રોત
- પુસ્તક : અક્ષરા : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 48)
- સંપાદક : યોસેફ મૅકવાન
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- વર્ષ : 2007