bibana Dhale Dhalwaman ghani takliph phonchi chhe - Ghazals | RekhtaGujarati

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

bibana Dhale Dhalwaman ghani takliph phonchi chhe

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
મનોજ ખંડેરિયા

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારા

સમયની સાથે ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

અગર ભૂલો પડ્યો હું હોત ને દુ:ખ થાત કરતાં

ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

બુકાની બાંધી ફરનારાનું તો છે નગર, મિત્રો!

મને ખુદને મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ

શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ