sathe rahyo chhun tari aa teno damam chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે

sathe rahyo chhun tari aa teno damam chhe

અંકિત ત્રિવેદી અંકિત ત્રિવેદી
સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે
અંકિત ત્રિવેદી

સાથે રહ્યો છું તારી તેનો દમામ છે,

આંસુ મારી આંખનો તકિયાકલામ છે.

મારી ગલીમાં રોજ ભૂલા પડ્યા કરે,

શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,

આંખોમાં તારી ઊગશે એને સલામ છે!

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,

સપનામાં તારા આવીને, મારે શું કામ છે?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,

હું શબ્દનો કે શબ્દ મારો ગુલામ છે.

સ્રોત

  • પુસ્તક : ગઝલપૂર્વક (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2007