sat pushpone nichowi mapsar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાત પુષ્પોને નિચોવી માપસર

sat pushpone nichowi mapsar

ચિનુ મોદી ચિનુ મોદી
સાત પુષ્પોને નિચોવી માપસર
ચિનુ મોદી

સાત પુષ્પોને નિચોવી માપસર

એક અફવા તરબતર તૈયાર કર.

મેઘમાળાઓ વિખેર્યા બાદ તું

આભના ખાલીપણાથી કેમ ડર?

ટેવવશ કે લાગણીવશ - શી ખબર?

પણ, હજી સ્હોરાય મન તારા વગર.

પાલખીનો ભાર લાગે છે હવે-

રાજરાણી લાગણી! હેઠે ઊતર.

શ્વાસની લાંબી લાં...બ્બી છે સફર

તું થયો ઇર્શાદ ક્યાં અજરાઅમર?

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012