સર્વ દરવાજે ખડેપગ છે પરી
Sarv Darvaje Khadepag Chhe Pari
ચિનુ મોદી
Chinu Modi
ચિનુ મોદી
Chinu Modi
સર્વ દરવાજે ખડેપગ છે પરી
જાય, તો ક્યાં જાય, સમજણ સુંદરી?
ઝાંઝવામાં એક ડૂબી માછલી
વાત મેં કોની કરી? તારી કરી?
ઓસનાં ક્યાંથી પગેરું શોધવાં?
ઓ કળી? નાહક ન બન તું બ્હાવરી.
ધૂળની ડમરી રહસ્યો ઢાંકશે
રણ, તને આ વાતમાં શ્રદ્ધા ખરી?
હચમચે 'ઇર્શાદ’ ત્યારે, ઓ ગઝલ!
તું રણકતી કેમ થૈને ઝાંઝરી?
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
