Varta Mandi Tame Aa Kalna Tandav Vishe - Ghazals | RekhtaGujarati

વારતા માંડી તમે આ કાળના તાંડવ વિશે

Varta Mandi Tame Aa Kalna Tandav Vishe

ભાર્ગવી પંડ્યા ભાર્ગવી પંડ્યા
વારતા માંડી તમે આ કાળના તાંડવ વિશે
ભાર્ગવી પંડ્યા

વારતા માંડી તમે કાળના તાંડવ વિશે,

મેં કહ્યું વિસ્તારથી બસ, એકલા માનવ વિશે.

છત, દીવાલો, પાણિયારું ચૂપ થઈને સાંભળે,

રોજ દોડી કામ કરતાં થાકતાં પાલવ વિશે.

સાંજ ઢળતી, આંખ ઢળતી, જો હવાનો કેફ છે,

આપણે સાથે લખીશું પ્રેમના આસવ વિશે.

એમ મંત્રો ક્યાંક વ્હેતાં થાય જ્યાં પ્હો ફાટતાં,

મંદ વાયુનો અનુભવ પાંદડાંના રવ વિશે.

મર્મસ્થાને ચોટ એવી ઉપજાવી શકે,

કોણ સમજાવે મને શબ્દના લાઘવ વિશે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ