bahu j angat vaat aa dekhay chhe tevi nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી

bahu j angat vaat aa dekhay chhe tevi nathi

લલિત ત્રિવેદી લલિત ત્રિવેદી
બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી
લલિત ત્રિવેદી

બહુ અંગત વાત દેખાય છે તેવી નથી

એક જણની રાત દેખાય છે તેવી નથી

છેવટે તો હાથમાં ગજરો સુકાતો હોય છે

સાંજની શરૂઆત દેખાય છે તેવી નથી

ઊખડે છે પડ કદી તો અશ્મિઓ દેખાય છે

ટેરવે રળિયાત દેખાય છે તેવી નથી

છે બહુ લાવણ્યમય શરૂઆત કોઈ ભેદની

ઓસની રજૂઆત દેખાય છે તેવી નથી

સાંજ પડતાં કેમ પાછો ફરે છે ઘર તરફ?

કેમ એની વાત દેખાય છે તેવી નથી?

ઊંડાં ભમ્મર પાણીમાં મોતી ચળકે તે પછી

ધ્યાન ધર કે જાત દેખાય છે તેવી નથી

કેટલાં સપનાં અને ઘટનાઓનો ઇતિહાસ છે!

આપણી નિરાંત દેખાય છે તેવી નથી

સૂસવાટા હો કવનના કે ખૂણાની જ્યોત હો

ક્યાં ખૂલે છે રાત દેખાય છે તેવી નથી.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર ૨૦૦૦ – જાન્યુઆરી ૨૦૦૧ (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન