સાંજ વગરની સાંજ ઢળેને દિવસ વગરનો તડકો થાય
Sanj Vagar Ni Sanj Dhale Ne Divas Vagar No Tadko Thay
નયન હ. દેસાઈ
Nayan H. Desai
સાંજ વગરની સાંજ ઢળેને દિવસ વગરનો તડકો થાય
Sanj Vagar Ni Sanj Dhale Ne Divas Vagar No Tadko Thay
નયન હ. દેસાઈ
Nayan H. Desai
નયન હ. દેસાઈ
Nayan H. Desai
સાંજ વગરની સાંજ ઢળેને દિવસ વગરનો તડકો થાય
આમ કશું પણ કારણ નૈં ને આમ સમયનો ભડકો થાય.
શ્વાસ ઢબૂકે, અવાજ સળગે ભાગો, ભાગો, ભાગો થાય,
કોણ ભરાયું છે લોહીનાં જંગલમાં કે, 'હાંકો' થાય?
આંખ ખૂલે કે, તારીખનું પાનું જાણે મીંચકારે આંખ,
દુનિયાને વેચાઈ જવાનો રોજ ઊઠીને સોદો થાય.
દોસ્ત અહીં તો એકલતાનું ઈંચ દોકડામાં છે માપ
આટલું ઝાકળ આટલાં ડૂસ્કાં રડો તે ઓહોહોહો થાય!
હું જ ગઝલ છું હું જ બનારસ ને લખનૌની ગલીઓ હું જ
શ્વાસ લઉં કે છાતી પર બેગમ અખ્તરનો ટહુકો થાય,
નામ 'નયન'નું લઈ જન્મી છે ચાસનાળાની દુર્ઘટના કો'
છેક ઊંડાણે એનું હોવું કેમ કરીને પીછો થાય?
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1977 (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
