સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા
Sanj na Bismar Rasta Par KhaKhaddhaj Dabla
નયન હ. દેસાઈ
Nayan H. Desai
સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા
Sanj na Bismar Rasta Par KhaKhaddhaj Dabla
નયન હ. દેસાઈ
Nayan H. Desai
નયન હ. દેસાઈ
Nayan H. Desai
સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા,
આ રઝળતા શહેરમાં ઓળા વસે છે કેટલા?
સ્તબ્ધતા ટોળેવળી મારી કલમની ટાંક પર,
રિક્ત કાગળ પર ચિતરાવતા મઝાના મોરલા.
દૂર સૂરજ હોય એવું લાગવું ને ક્ષણ પછી,
હાથ દાબી દે કોઈ બે આંખ ઉપર લાગલા.
થાય છે કે હું સૂકીભઠ વાવનું એકાંત છું,
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા.
હાથમાં મરું જ ધડ લઈ સામો પડછાયો મળે,
હુ ઝરૂખેથી અતીતનાં જોઉ જન્મો પાછલા.
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
