wagere - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રેત–ડમરી– મૃગ–તરસ–મૃગજળ વગેરે...

મન–મરણ શ્વાસો–અનાદિ છળ વગેરે...

છે–નથી –હોઈ શકે –અથવા–કદાચિત્;

હું–તું –આ–તે– તેઓ –ની સાંકળ વગેરે.....

ત્યાં–અહીં –પેલી તરફ–પાસે –ક્ષિતિજ પર,

ધૂળ–ધુમ્મસ –માવઠું–જળ સ્થળ વગેરે...

આ-વિકલ્પે -તે-અગર પેલું –વિકલ્પે;

સ્મિત–અશ્રુ -મોતી કે ઝાકળ વગેરે...

‘જો’ અને ‘તો’ -પણ’ અને ‘બણ’ કે પછી

કોણ?–કોઈ –કંઈ–કશું –નિષ્ફળ વગેરે...

કાલ– હમણાં–અબઘડી –કાલે–પરમ દિ';

કાળ–યુગ –સૈકા–વરસ –પળપળ વગેરે..

શ્વાસ–ધબકારા –હૃદય –લોહી –શિરાઓ;

લાગણી–ડૂસકું –ચિતા બળબળ વગેરે....

સ્રોત

  • પુસ્તક : શબ્દનું સાત ભવનું લેણું છે (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009