રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમાણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે...
ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે...
વજ્જરની છાતી ના પીગળે, આંસુ જેવું પાંપણને કૈંક અડકે તોપણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે...
પગમાંથી પગલું ફૂટે ને પગલામાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે..
ચાલો આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ;
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે...
છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું;
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે...
મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે;
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે...
manas urphe reti, urphe dariyo, urphe Dubi jawani ghatna urphe,
ghatna etle lohi, etle wahewun etle khuti jawani ghatna urphe
khulli bari jewi ankho ne ankhoman diwso uge ne athamta;
diwso matlab weDha, matlab pankhi, matlab uDi jawani ghatna urphe
wajjarni chhati na pigle, aansu jewun pampanne kaink aDke topan;
ansu, eman shaishaw, eman kuwo, eman kudi jawani ghatna urphe
pagmanthi pagalun phute ne paglamanthi rastana kain rasta phute;
rasta athwa phulo athwa paththar athwa ugi jawani ghatna urphe
chalo aa sambandhoni wanjarone bije raste wali daiye;
sambandho samnannan jhummar, jhummar yane phuti jawani ghatna urphe
chhatiman suraj ugyano daw salge ne suraj to ek pilun gumDun;
gumaDun pake, chhati pake, mahephilmanthi uthi jawani ghatna urphe
muthi bharine paDchhayanan gam waselan ne paDchhaya hale chale;
paDchhaya to jane chahera, chahera jane bhuli jawani ghatna urphe

સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 256)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય