માંડવે આકર્ષણો મૂક્યા વગર
maandave aakarshano mukyaa vagar
લવ સિંહા
Love Sinha

માંડવે આકર્ષણો મૂક્યા વગર
લક્ષ્મીઓ રહી જાય છે પરણ્યા વગર
એ જ રીતે જીવ પણ ચાલ્યો જશે
બલ્બ ઉડી જાય છે, ફૂટ્યા વગર
આ ઉપરછલ્લી ખરાબી શું કરું?
જાય છે જે આંગળી ચિંધ્યા વગર
આપણા સંબંધનો આ અંત છે
તોરણો કરમાય છે તૂટ્યા વગર
પુસ્તકો પર ધૂળ બાઝી જાય છે
માણસો મૂંઝાય છે, ખુલ્યાં વગર



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ