jhanjhwa dhasshe dhasarabandh to? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝાંઝવા ધસશે ધસારાબંધ તો?

jhanjhwa dhasshe dhasarabandh to?

ચિનુ મોદી ચિનુ મોદી
ઝાંઝવા ધસશે ધસારાબંધ તો?
ચિનુ મોદી

ઝાંઝવા ધસશે ધસારાબંધ તો?

(ને) તોડશે પાંપણોના બંધ તો?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં

તૂટશે પેલો ઋણાનુંબંધ તો?

શ્વાસમાં છલકાય છાની ગંધ તો?

ને બધે ચર્ચાય સંબંધ તો?

કંઠથી છટક્યો ટહુકો મોરનો

ડાળ પરથી મળે અકબંધ તો?

તું જવાનો દિન મુકરર કર અને

ચાલવા પર આવશે પ્રતિબંધ તો?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને

કોક દરવાજો કરી દે બંધ તો?

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012