kshnoni uDti chakli - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્ષણોની ઊડતી ચકલી...

kshnoni uDti chakli

જિતેન્દ્ર પ્રજાપતિ જિતેન્દ્ર પ્રજાપતિ
ક્ષણોની ઊડતી ચકલી...
જિતેન્દ્ર પ્રજાપતિ

સમયના નામની તકતી અમારા નામની આગળ રહે છે કાયમી,

ક્ષણોની ઊડતી ચકલી અમારા નામની આગળ રહે છે કાયમી.

કદી ડાળી, કદી પત્તા, કદી બસ થડ તણા હુંકારને ભીતર ભરી,

કહો કે વૃક્ષની મરજી અમારા નામની આગળ રહે છે કાયમી.

અમારી નામના ચારે તરફ વાગી જશે, ખખડી જશે ડંકો હવે;

પીટેલા ઢોલની ગરમી અમારા નામની આગળ રહે છે કાયમી.

ક્ષણોને લૂંટતો, લૂંટાવતો ચાલ્યો ગયો તાનમાં ને તાનમાં;

કહો : કે કોણ અક્કરમી અમારા નામની આગળ રહે છે કાયમી?

લખી છે વાત મેં તારા સબબ, કેવળ અને કેવળ હવે તારા સબબ;

છતાં વાતની ભરતી અમારા નામની આગળ રહે છે કાયમી.

સ્રોત

  • પુસ્તક : હું હવે કાગળ ઉપર (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : જિતેન્દ્ર પ્રજાપતિ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2014