yaad bhunsati rahi ke hun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

યાદ ભૂંસાતી રહી કે હું

yaad bhunsati rahi ke hun

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
યાદ ભૂંસાતી રહી કે હું
મનોજ ખંડેરિયા

યાદ ભૂંસાતી રહી કે હું - ખબર પડતી નથી

જ્યોત બુઝાતી રહી કે હું - ખબર પડતી નથી

હું થતો ભરચક ફૂલોની સાવ વચ્ચેથી પસાર

મ્હેક વીંધાતી રહી કે હું - ખબર પડતી નથી

કૈં યુગોથી છું સફરમાં તોય પ્હોંચાયું નહીં

કેડી રોકાતી રહી કે હું - ખબર પડતી નથી

ક્યાં હવે પળને લીલીછમ રાખનારાં આંસુઓ

આંખ સુકાતી રહી કે હું - ખબર પડતી નથી

એક લક્કડખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર

ડાળ છોલાતી રહી કે હું - ખબર પડતી નથી

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ