rutukaal raaniino nishfal karyo chhe - Ghazals | RekhtaGujarati

ઋતુકાળ રાણીનો નિષ્ફળ કર્યો છે

rutukaal raaniino nishfal karyo chhe

હરકિશન જોષી હરકિશન જોષી
ઋતુકાળ રાણીનો નિષ્ફળ કર્યો છે
હરકિશન જોષી

ઋતુકાળ રાણીનો નિષ્ફળ કર્યો છે!

જુવાનીમાં સમ્રાટ રણમાં મર્યો છે!

કિનારેથી કૌતુક નિહાળી લ્યો મિત્રો

વલોવાતા દરિયામાં દીવો તર્યો છે!

નિરંતર ઉભા પ્રેમ પનઘટને આરે

કદી ઠાલવ્યો છે કદી ઘટ ભર્યો છે!

વધાવી લો રસ્તાને ઘરબ્હાર આવી

પુનર્જન્મ પામીને પાછો ફર્યો છે!

તમે કાષ્ઠ ચંદનના વીણીને આવો

અમે યજ્ઞ અંતિમ પળે આદર્યો છે

કિશન બંધ આંખોમાં અજવાળું આંજો

ઉઠો ઘરના ફળીયામાં તારો ખર્યો છે.

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ