bhukh - Ghazals | RekhtaGujarati

આભ ફાટે એટલી કિકિયારીઓ કરતી હતી

ભૂખ નામે એક ભોળી ગાય ભાંભરતી હતી.

ક્યાંક બુઢ્ઢી ખાટલીમાં ખાંસતી ખણતી હતી.

ક્યાંક ફાટી ગોદડીમાં હીબકાં ભરતી હતી.

જે ખળું ભેળાઈ ભાંગી સાવ ભુક્કો થઈ ગયું

ખળાની રેતમાંયે આંખ પાથરતી હતી.

આમ આખ્ખી વારતા આરંભથી તે અંત લગ.

આપણા 'નારાજ' સામે આંગળી ધરતી હતી.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ : ડિસેમ્બર - ૨૦૦૮ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી