રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશિશિરના પગરવે લો સ્તબ્ધતા ઝૂમવા લાગી
ફૂલાને ‘આવજો’ કહી રિક્તતાઓ ઝૂમવા લાગી
પણે વગડામાં સૂકાં પર્ણની સીટી વગાડીને
ચડી વૃક્ષોની ડાળો પર ખિઝાંઓ ઝૂમવા લાગી
છલોછલ ઓસનો આસવ પીધો છે રાતભર એણે
સવારે ઘાસની આંખે દિશાઓ ઝૂમવા લાગી
તિમિરની મ્હેક લઈને સાંજ પણ આવી ઘરે મારે
તમારી યાદથી ત્યારે વ્યથાઓ ઝૂમવા લાગી
ત્વચા ઉપર ઊગેલા સ્પર્શને બેઠી વસન્તો ત્યાં
ટહુક્યું લોહી ને ધમની-શિરાઓ ઝૂમવા લાગી
shishirna pagarwe lo stabdhata jhumwa lagi
phulane ‘awjo’ kahi rikttao jhumwa lagi
pane wagDaman sukan parnni siti wagaDine
chaDi wrikshoni Dalo par khijhano jhumwa lagi
chhalochhal osno aasaw pidho chhe ratbhar ene
saware ghasni ankhe dishao jhumwa lagi
timirni mhek laine sanj pan aawi ghare mare
tamari yadthi tyare wythao jhumwa lagi
twacha upar ugela sparshne bethi wasanto tyan
tahukyun lohi ne dhamni shirao jhumwa lagi

સ્રોત
- પુસ્તક : ફૂલની નૌકા લઈને (પૃષ્ઠ ક્રમાંક 39)
- સર્જક : મનોહર ત્રિવેદી
- પ્રકાશક : કુમકુમ પ્રકાશન
- વર્ષ : 1981