રે લોલ મારી આંખને દીવા મળ્યા નહીં
re lol maarii aankhne diivaa malyaan nahin

રે લોલ મારી આંખને દીવા મળ્યા નહીં
re lol maarii aankhne diivaa malyaan nahin
નરેશ સોલંકી
Naresh Solanki

રે લોલ મારી આંખને દીવા મળ્યાં નહીં
રે લોલ આંગળીના હેમાળા ગળ્યાં નહીં
રે લોલ ભુખ્યું આંભલું રડતું'તું રાતભર
રે લોલ સૂના શ્વાસના દરણાં દળ્યાં નહીં.
રે લોલ ભવની લાપસી ચૂલે પડી રહી
રે લોલ કાળી રાતના બળતણ બળ્યાં નહીં
રે લોલ અંધકારની પીપળ ઉદાસ છે
રે લોલ મૂળમાંથી બરફ ઓગળ્યા નહીં
રે લોલ લીલી આગની ઓઢી છે ઓઢણી
રે લોલ મારા વાદળાં પાછાં વળ્યાં નહીં.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ