રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઊડો નાદાન મન બુલબુલ, રહો ગુલઝારમાં ના ના;
વફાઈ એક પણ ગુલની, દીઠી ભર પ્યારમાં ના ના.
સુણાવો ગાનની તાનો, જઈને દ્વાર દર્દીને;
અરે બેદર્દીના દર્દે, રહો દરકારમાં ના ના.
રહો જ્યાં ચંગ ને ઉપંગ, વીણા નાદ વાજે છે;
ઘડી આ બેવફાઈના રહો દરબારમાં ના ના.
કદાપિ રાતભર રો તું, સહી શરદી ગરીબીથી;
પરંતુ બોલ એ પ્યારે, જુલમગારે દીધો ના ના.
સુકાશે તાહરું ગુલઝાર, પણ જો ગ્રીષ્મ આવે છે;
પ્રજળશે વિશ્વ વહિનથી રહે તુજ પાંખડી ના ના.
સુકોમળ પાંદડી ઉપર, ઊના અગ્નિ થકી તારાં;
અરે અફસોસ આંસુએ, અસર કાંઈ કરી ના ના.
અબોલા પ્રીતમે તારી, દશા કેવી કરી ભારી!
કરુણાથી રડી ગાતાં, નજર કાંઈ કરી ના ના.
પૂજારી થઈ ચઢ્યો દ્વારે, અરે તે દ્વારમાં તારી;
કતલ કરતાં ખરે! પ્યારે, કસર કાંઈ કરી ના ના.
નથી અડકાતું ચૂંટાતું, ફરે ફેરા તું પછવાડે;
ગરીબીની ગુમાનીએ, ગરજ કાંઈ ધરી ના ના.
અરે એ પ્રીતમાં આખર, ન પ્રીતમ પ્રેમી પરખાશે;
જશે ગુલબંધ વન થાશે, ગુજર અંદર થશે ના ના.
રુવે તું રાનમાં જ્યારે, હસે ત્યારે ગુમાની ગુલ;
અરે! એને દિલે દૈવે, દયા પેદા કરી ના ના.
સુગંધી વાસમાં ઉદાર, મફત છે જન્મથી તેમાં;
ન બાકી બોલની રાખી, કૃપણતામાં જરા ના ના.
વિધિના ઊલટા અંકો, સુવર્ણે ક્યાં થકી સુરભી!
તને કોમળ અહો મન કેરી, કોમળતા કરી ના ના.
વળી જો એ સવારે સર્વ, અંગો અંગ ખિલવીને;
જઈ ઠરશે બીજે હાથે, વફાઈ કંઈ ધરી ના ના.
બળાપા બાલનાથી રાતભર રાકાપતિ દાઝયો;
સમુદ્રે જઈ પડ્યો શીતળ થવા, શાન્તિ રહી ના ના.
uDo nadan man bulbul, raho guljharman na na;
waphai ek pan gulni, dithi bhar pyarman na na
sunawo ganni tano, jaine dwar dardine;
are bedardina darde, raho darkarman na na
raho jyan chang ne upang, wina nad waje chhe;
ghaDi aa bewphaina raho darbarman na na
kadapi ratbhar ro tun, sahi shardi garibithi;
parantu bol e pyare, julamgare didho na na
sukashe taharun guljhar, pan jo greeshm aawe chhe;
prajalshe wishw wahinthi rahe tuj pankhDi na na
sukomal pandDi upar, una agni thaki taran;
are aphsos ansue, asar kani kari na na
abola pritme tari, dasha kewi kari bhari!
karunathi raDi gatan, najar kani kari na na
pujari thai chaDhyo dware, are te dwarman tari;
katal kartan khare! pyare, kasar kani kari na na
nathi aDkatun chuntatun, phare phera tun pachhwaDe;
garibini gumaniye, garaj kani dhari na na
are e pritman akhar, na pritam premi parkhashe;
jashe gulbandh wan thashe, gujar andar thashe na na
ruwe tun ranman jyare, hase tyare gumani gul;
are! ene dile daiwe, daya peda kari na na
sugandhi wasman udar, maphat chhe janmthi teman;
na baki bolni rakhi, kripantaman jara na na
widhina ulta anko, suwarne kyan thaki surbhi!
tane komal aho man keri, komalta kari na na
wali jo e saware sarw, ango ang khilwine;
jai tharshe bije hathe, waphai kani dhari na na
balapa balnathi ratbhar rakapati dajhyo;
samudre jai paDyo shital thawa, shanti rahi na na

સ્રોત
- પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1942