આમ કૉમેડી હશે ને આમ ટ્રેજેડી હશે;
જે ચણી'તી આભમાં, તૂટી પડી મેડી હશે.
સાવ ખુલ્લી જેલનો એ કેદી હોવો જોઈએ,
હ્યથ-પગ છૂટા હશે ને શ્વાસમાં બેડી હશે.
ઝાંઝવાંનો પાક લણવાની એ તૈયારી કરે
જેમણે રણની ધરાને રાત-દી ખેડી હશે.
એક સૂકા છોડને લીલાશ પાછી આપવા-
રોજ એના મૂળમાં આંખો તમે રેડી હશે.
aam kaumeDi hashe ne aam trejeDi hashe;
je chaniti abhman, tuti paDi meDi hashe
saw khulli jelno e kedi howo joie,
hyath pag chhuta hashe ne shwasman beDi hashe
jhanjhwanno pak lanwani e taiyari kare
jemne ranni dharane raat di kheDi hashe
ek suka chhoDne lilash pachhi aapwa
roj ena mulman ankho tame reDi hashe
aam kaumeDi hashe ne aam trejeDi hashe;
je chaniti abhman, tuti paDi meDi hashe
saw khulli jelno e kedi howo joie,
hyath pag chhuta hashe ne shwasman beDi hashe
jhanjhwanno pak lanwani e taiyari kare
jemne ranni dharane raat di kheDi hashe
ek suka chhoDne lilash pachhi aapwa
roj ena mulman ankho tame reDi hashe
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1995