રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક રણ હતું ને રણ મહીં રસ્તો થયો હતો
ek ran hatu ne ran mahi rasto thayo hato
દિગંત પરીખ
Digant Parikh
એક રણ હતું ને રણ મહીં રસ્તો થયો હતો
ek ran hatu ne ran mahi rasto thayo hato
દિગંત પરીખ
Digant Parikh
એક રણ હતું ને રણ મહીં રસ્તો થયો હતો
હું પણ ચમનની શોધમાં ક્યાં ક્યાં ગયો હતો
જોયું તો ક્યાંક મારી કને મારું દિલ હતું
પહેલાં તમારી આંખ ઉપર શક ગયો હતો
નિસ્બત નહોતી મારે કયામતમાં ઓ ખુદા
હું તો બધાની સાથે અમસ્તો ગયો હતો
નફરત નથી એ નર્કનાં દ્વારો ઉપર મને
કહેવાય છે કે ત્યાં સુધી ઈશ્વર ગયો હતો
રસ્તાનો પ્રેમ એના ઉપર કેટલો હશે
મારાથી પહેલાં ઘર સુધી રસ્તો ગયો હતો
મયખાનુ શોધવામાં નશો એટલો ચડ્યો
પીધા વગર ઘરે હું લથડતો ગયો હતો
ધરતીને મળવા આભને ઝૂકી જવું પડ્યું
‘દિગન્ત’ કેવો દાવ લડાવી ગયો હતો.
સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 260)
- સંપાદક : ડૉ. એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2007