રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએમને સંભારવાથી બોલ, શું હાંસલ થયું?
ઘા ઉપર ઘણ મારવાથી બોલ, શું હાંસલ થયું?
માર્ગનો કૂવો છું કે જેમાં ટીપુંયે જળ નથી
આંખ એમાં માંડવાથી બોલ, શું હાંસલ થયું?
ના વહેલા પાણીએ લોહીનું પણ પાણી કર્યું
આંસુઓ સંતાડવાથી બોલ, શું હાંસલ થયું?
એક રણ સૂકી નદીને પ્રશ્ન આ પૂછ્યા કરે
પ્રેમમાં છલકી જવાથી બોલ, શું હાંસલ થયું?
આશકા કે આશિકીની : આગ પાવક હોય છે
આગ અમથી ઠારવાથી બોલ, શું હાંસલ થયું?
emne sambharwathi bol, shun hansal thayun?
gha upar ghan marwathi bol, shun hansal thayun?
marg kuwo chhun ke jeman tipun ye jal nathi
ankh eman manDwathi bol, shun hansal thayun?
na wahela paniye lohinun pan pani karyun
ansuo santaDwathi bol, shun hansal thayun?
ek ran suki nadine parashn aa puchhya kare
premman chhalki jawathi bol, shun hansal thayun?
ashka ke ashikini ha aag pawak hoy chhe
ag amthi thakarwathi bol, shun hansal thayun?

સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2008