aa utarti sanj sathe tame raat jewun Dhaljo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો

aa utarti sanj sathe tame raat jewun Dhaljo

હેમંત ધોરડા હેમંત ધોરડા
આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો
હેમંત ધોરડા

ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો

મળ્યા ઉઘાડી આંખે હવે બંધ આંખે મળજો.

મને રણ મળ્યું તમારું મળ્યાં તમારાં વાદળ

શીતળ અડ્યા ત્વચાને હવે હાડોહાડ બળજો.

વહી હવામાં આવ્યા પવનમાં વીંટળાયા

હું ઊગીશ ઘાસ થઈને તમે ડાળ ડાળ લળજો.

કદી સહુ વળાંક પરથી હું વળ્યો તમારી બાજુ

હવે સ્થિર ગલી ગલી છું તમે મારી બાજુ વળજો.

વહનમાં સાંભળ્યો કે મને નીરવમાં કાંઠે

હવે શંખ છું તૂટેલો હવે મારું મૌન કળજો.

સ્રોત

  • પુસ્તક : અણસાર કેવળ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સર્જક : હેમંત ધોરડા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2000