vasanto mahorii! - Ghazals | RekhtaGujarati

વસંતો મહોરી!

vasanto mahorii!

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
વસંતો મહોરી!
રાજેન્દ્ર શુક્લ

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,

ઊડે રંગ ઊડે ક્ષણ એક કોરી!

ઊડે દૂરતા ને ઊડે નિકટતા,

અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી!

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,

ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી!

ઊડે છોળ કેસરભરી સર સરર સર,

ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી!

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,

ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!

સ્રોત

  • પુસ્તક : ગઝલ સંહિતા (દ્વિતીય મંડલ) (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સર્જક : રાજેન્દ્ર શુક્લ
  • પ્રકાશક : સહૃદય પ્રકાશન