રાતે મજબૂરી સૂવે ફૂટપાથ પર
raate majbuurii suuve footpaath par
જય દાવડા
Jay Davda
જય દાવડા
Jay Davda
રાતે મજબૂરી સૂવે ફૂટપાથ પર,
સ્વપ્નમાં આવીને ચાલ્યું જાય ઘર.
એના હિસ્સામાં જ છે લાંબી સફર,
જે બિચારા ચાલતા ચપ્પલ વગર.
જિંદગી રસ્તે રઝળતી હોય છે,
એક્સિડન્ટનો ક્યાં પછી લાગે છે ડર!
એ તને હોળી વિશે શું કહી શકે,
ભાગ્યમાં જેના ઊડે કાળો કલર.
દૂધ ભૂખ્યા બાળને આપી દીધું,
હાથ જોડીને કહ્યું, 'મહાદેવ હર.'
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
