taaraa vichaarmaathii, maaraa vicharmathi - Ghazals | RekhtaGujarati

તારા વિચારમાંથી, મારા વિચારમાંથી

taaraa vichaarmaathii, maaraa vicharmathi

આર. બી. રાઠોડ આર. બી. રાઠોડ
તારા વિચારમાંથી, મારા વિચારમાંથી
આર. બી. રાઠોડ

તારા વિચારમાંથી, મારા વિચારમાંથી,

શીખી રહ્યો છું હું સૌનાં વિચારમાંથી.

શોધી શકાય છે જે, થઈને વિચારશૂન્ય,

શોધી શકાય નહીં, સઘળાં વિચારમાંથી.

બેચાર જણની જ્યારે કોઈ સલાહ લઉં છું,

નોખું મળે છે ત્યારે, નોખાં વિચારમાંથી.

પાક્કા વિચારમાં પણ, રાખો ઘડીક ધીરજ,

થોડી કચાશ મળશે, પાક્કા વિચારમાંથી.

એકાદ બીજ આખું વટવૃક્ષ થાય છે ને!

પુસ્તક રચાય છે બસ એવાં વિચારમાંથી.

સ્રોત

  • પુસ્તક : પરબ : સપ્ટેમ્બર : ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : કિરીટ દૂધાત
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ