રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોફક્ત દિલની સફાઈ માગે છે
પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે?
આંખની ઓળખાણ છે કાફી,
લાગણી ક્યાં ખરાઈ માગે છે?
હું સમાધાન સૌ સ્વીકારું પણ,
મન અકાણું લડાઈ માગે છે!
જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માગે છે!
એક ઝાંખી જ જોઈએ તારી,
જીવ બીજું ન કાંઈ માગે છે!
phakt dilni saphai mage chhe
prem kyan panDitai mage chhe?
ankhni olkhan chhe kaphi,
lagni kyan kharai mage chhe?
hun samadhan sau swikarun pan,
man akanun laDai mage chhe!
joie sukh badhanne potikan
kon piDa parai mage chhe!
ek jhankhi ja joie tari,
jeew bijun na kani mage chhe!
phakt dilni saphai mage chhe
prem kyan panDitai mage chhe?
ankhni olkhan chhe kaphi,
lagni kyan kharai mage chhe?
hun samadhan sau swikarun pan,
man akanun laDai mage chhe!
joie sukh badhanne potikan
kon piDa parai mage chhe!
ek jhankhi ja joie tari,
jeew bijun na kani mage chhe!
સ્રોત
- પુસ્તક : ખરતાં પળનાં પાન (પૃષ્ઠ ક્રમાંક 12)
- સર્જક : કિરીટ ગોસ્વામી
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
- વર્ષ : 2008