bol, shun hansal thayun? - Ghazals | RekhtaGujarati

બોલ, શું હાંસલ થયું?

bol, shun hansal thayun?

પ્રણવ પંડ્યા પ્રણવ પંડ્યા
બોલ, શું હાંસલ થયું?
પ્રણવ પંડ્યા

એમને સંભારવાથી બોલ, શું હાંસલ થયું?

ઘા ઉપર ઘણ મારવાથી બોલ, શું હાંસલ થયું?

માર્ગ કૂવો છું કે જેમાં ટીપું યે જળ નથી

આંખ એમાં માંડવાથી બોલ, શું હાંસલ થયું?

ના વહેલા પાણીએ લોહીનું પણ પાણી કર્યું

આંસુઓ સંતાડવાથી બોલ, શું હાંસલ થયું?

એક રણ સૂકી નદીને પ્રશ્ન પૂછ્યા કરે

પ્રેમમાં છલકી જવાથી બોલ, શું હાંસલ થયું?

આશકા કે આશિકીની : આગ પાવક હોય છે

આગ અમથી ઠાકરવાથી બોલ, શું હાંસલ થયું?

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008