પ્રેમ ચડ્યો પસલીભર
prem chadyo pasliibhar
હરજીવન દાફડા
Harjivan Dafda

ખુદમાં જે ખોવાઈ જવાના,
સૃષ્ટિ માથે છાઈ જવાના.
પંખી ગીતો ગાઈ જવાનાં,
સમજે તે છલકાઈ જવાના.
પ્રેમ ચડ્યો પસલીભર જેને,
વાણીમાં વરતાઈ જવાના.
એક પાનનો થાય અનુભવ,
વનનાં વન સમજાઈ જવાનાં.
અંતરના સરનામે આવો,
નહિતર ગોથું ખાઈ જવાના.



સ્રોત
- પુસ્તક : સહેજ પોતાની તરફ (પૃષ્ઠ ક્રમાંક 5)
- સર્જક : હરજીવન દાફડા
- પ્રકાશક : ઝેકાર્ડ પબ્લિકેશન
- વર્ષ : 2024