pharii chaal, nakhne anii kaadhiiye - Ghazals | RekhtaGujarati

ફરી ચાલ, નખને અણી કાઢીએ

pharii chaal, nakhne anii kaadhiiye

બાપુભાઈ ગઢવી બાપુભાઈ ગઢવી
ફરી ચાલ, નખને અણી કાઢીએ
બાપુભાઈ ગઢવી

ફરી ચાલ, નખને અણી કાઢીએ;

ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ!

શરત આવવાની હો તારી અગર;

બધાં પાન વનનાં ગણી કાઢીએ!

બધી કોર તારી પ્રતીક્ષા કરી;

હવે દોટ કોના ભણી કાઢીએ?

તને કેવી રીતે ભૂલી જાઈએ?

કઈ પેર પગની કણી કાઢીએ?

તો આપમેળે ઊગે-પાંગરે;

ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ?

સ્રોત

  • પુસ્તક : કે નદી વચ્ચે છીએ? (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : બાપુભાઈ ગઢવી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2003