jat jhakalni chhatan kewi khumari hoy chhe? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે?

jat jhakalni chhatan kewi khumari hoy chhe?

ચિનુ મોદી ચિનુ મોદી
જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે?
ચિનુ મોદી

જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે?

પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે.

આયનામાં બિંબ જોઈ કેમ શોધે એમને?

એમણે નોખી રીતે સરહદ વધારી હોય છે

રોજ પડછાયો ભરીને એક હોડી મોકલું

પછી મેલી નદીને મેં નિતારી હોય છે

છળકપટનો બાદશા’ છે, નામ છે એનું સમય

ચાલચલગત ઠીક, દાનત પણ નકારી હોય છે

સ્હેજ ડોકાતો, જણાતો, ધન્ય કરતો પળ બધી

બધી ‘ઇર્શાદ’ ખોટી જાણકારી હોય છે.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012