ek jhakal bund surajne bujhawi jay chhe - Ghazals | RekhtaGujarati

એક ઝાકળ બુંદ સુરજને બુઝાવી જાય છે

ek jhakal bund surajne bujhawi jay chhe

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
એક ઝાકળ બુંદ સુરજને બુઝાવી જાય છે
આદિલ મન્સૂરી

એક ઝાકળ બુંદ સુરજને બુઝાવી જાય છે

આંસુનું ટીપું સકલ સૃષ્ટિ વહાવી જાય છે

તૃપ્તિનાં પ્રતિબિંબ કૈં ઝળકી ઊઠે છે ચોતરફ

જ્યારે સૂકા હોઠ ઉપર નામ આવી જાય છે

ઠાલવી દૈને બધુંયે તેજ ખરતા તારલા

શૂન્યતાની ક્ષણને કેવી ઝગમગાવી જાય છે

ત્યાં ક્ષિતિજની પાર પડછાયાઓ લંબાતા રહે

ધીમે ધીમે સાંજ એકલતાને ચાવી જાય છે

થાકીને બેસી પડે જો માર્ગમાં દરવેશ તો

મંઝિલો આવીને એના પગ દબાવી જાય છે

ધોમ ઝખતા રણની વચ્ચે લીલુંછમ ઉંબર કે જ્યાં

જુનિયાભરની મૌસમો ફૂલો ખિલાવી જાય છે

કેવી શું શાં સાંકળે છે આજ પાંચ કંડને

એક ગુજરાતી ગઞલ સેતુ બનાવી જાય છે.

સ્રોત

  • પુસ્તક : ગઝલના આયનાઘરમાં (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2003