pratham andhkaarmay jiivan diidhun tamne ghanii khammaa - Ghazals | RekhtaGujarati

પ્રથમ અંધારમય જીવન દીધું તમને ઘણી ખમ્મા

pratham andhkaarmay jiivan diidhun tamne ghanii khammaa

મિતા ગોર મેવાડા મિતા ગોર મેવાડા
પ્રથમ અંધારમય જીવન દીધું તમને ઘણી ખમ્મા
મિતા ગોર મેવાડા

પ્રથમ અંધારમય જીવન દીધું તમને ઘણી ખમ્મા,

પછી ઝળહળવા એક આંગન દીધું તમને ઘણી ખમ્મા.

અમે વિશ્વાસ દીધો હાથ દઈને હાથમાં જ્યારે,

તમે સાટુ કરી બંધન દીધું તમને ઘણી ખમ્મા.

તમે દીધાં હતાં જે જખ્મો સંતાડવા માટે,

જરીવાળું તમે અચકન દીધું તમને ઘણી ખમ્મા.

તમારું ઘર નથી કઈ જેલ સાબિત કરવાને,

રહે જ્યાં બેડી ત્યાં કંગન દીધું તમને ઘણી ખમ્મા.

બધા રત્નો તમારા ને, મળ્યું અમૃત તમે પીધું,

તમે અમને ફકત મંથન દીધું તમને ઘણી ખમ્મા.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ