પ્રથમ આંખોમાં આપો પ્યાસ ને સામે જ રણ મૂકો
pratham aankhomaan aapo pyaas ne saame ja ran muko
જયશ્રી મરચન્ટ
Jayshree Merchant
પ્રથમ આંખોમાં આપો પ્યાસ ને સામે જ રણ મૂકો
pratham aankhomaan aapo pyaas ne saame ja ran muko
જયશ્રી મરચન્ટ
Jayshree Merchant
જયશ્રી મરચન્ટ
Jayshree Merchant
પ્રથમ આંખોમાં આપો પ્યાસ ને સામે જ રણ મૂકો
પછી જો શક્ય હો તો હસ્તરેખામાં ઝરણ મૂકો
ઘણા સૈકાથી પીંખાતું રહ્યું છે મન સતત મારું
મનોભૂમિ ઉપર મૂકો તો હળવેથી ચરણ મૂકો
જગા ઘરમાં ન મારી થાય તો મૂંઝાવ છો શાને?
તમારા આંગણાંમાં લ્યો, મને તુલસી શરણ મૂકો
ગુનો તો ના કર્યો, તોયે હસીને માની લીધો મેં,
મને દઈને સજા, એનાં ગુના પર આવરણ મૂકો!
કપાળેથી આ ઝરતા લોહીને લઈ કેટલું ફરવું?
મણિ આપો પરત અથવા હથેળીમાં મરણ મૂકો
સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : ફેબ્રુઆરી ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન