jo sath tun nibhawat, to bahu kharab lagat - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જો સાથ તું નિભાવત, તો બહુ ખરાબ લાગત

jo sath tun nibhawat, to bahu kharab lagat

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
જો સાથ તું નિભાવત, તો બહુ ખરાબ લાગત
ભાવેશ ભટ્ટ

જો સાથ તું નિભાવત, તો બહુ ખરાબ લાગત

હું આંસુઓ વહાવત, તો બહુ ખરાબ લાગત

તારા સિવાય પણ છે બીજું ઘણું ભીતરમાં

છાતી ચીરી બતાવત, તો બહુ ખરાબ લાગત

કેવી નવાઈ છે કે તારા રંગ લઈને

તારી છબી બનાવત, તો બહુ ખરાબ લાગત!

થઈ જાય જે સહન, ક્યાં છે દર્દ એવું કોઈ?

પણ ચીસ સંભળાવત, તો બહુ ખરાબ લાગત

ખુદનું વજન ઉઠાવી શકવું અશક્ય લાગે

ત્યાં પ્રશ્ન જો ઉઠાવત, તો બહુ ખરાબ લાગત

સ્વીકારી મેં લીધી છે એની જે આદતોને

એને કદી જણાવત, તો બહુ ખરાબ લાગત

મેં માંગણીનો આશય રાખી નથી કહ્યું કૈં

પણ હાલ જો છુપાવત, તો બહુ ખરાબ લાગત

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.