રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક ગમતું નામ ભૂલી જાઉં એવો કોઈનો આદેશ છે
ek gamatun nam bhuli jaun ewo koino adesh chhe
એક ગમતું નામ ભૂલી જાઉં એવો કોઈનો આદેશ છે,
ને વ્યથામાં સાવ ડૂબી જાઉં એવો કોઈનો આદેશ છે.
આગ હું ચાંપું પ્રથમ રંગોભરી મુજ સ્વપ્નની નગરી મહીં,
ને પછી એમાં જ કૂદી જાઉં એવો કોઈનો આદેશ છે.
ક્યાં રજા છે આગવો એક્કેય યારો, શ્વાસ લેવાની મને;
પૂર્વજોની રીત ઘૂંટી જાઉં એવો કોઈનો આદેશ છે.
કોઈ મારી વેદના સમજે ન સમજે, ગૌણ એ બાબત ગણી,
હું બધાના આંસુ લૂછી જાઉં એવો કોઈનો આદેશ છે.
આ પરિચિત માર્ગ પરથી સાવ છેલ્લી વાર જ્યારે નીકળું,
ના અહીં પગલુંય મૂકી જાઉં એવો કોઈનો આદેશ છે.
ek gamatun nam bhuli jaun ewo koino adesh chhe,
ne wythaman saw Dubi jaun ewo koino adesh chhe
ag hun champun pratham rangobhri muj swapnni nagri mahin,
ne pachhi eman ja kudi jaun ewo koino adesh chhe
kyan raja chhe aagwo ekkey yaro, shwas lewani mane;
purwjoni reet ghunti jaun ewo koino adesh chhe
koi mari wedna samje na samje, gaun e babat gani,
hun badhana aansu luchhi jaun ewo koino adesh chhe
a parichit marg parthi saw chhelli war jyare nikalun,
na ahin paglunya muki jaun ewo koino adesh chhe

સ્રોત
- પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : અંકિત ત્રિવેદી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2006