toran - Ghazals | RekhtaGujarati

પાણી વચ્ચે નાનું અમથું રણ હશે

આંસુનું કેવું બંધારણ હશે?

ખેસવી લીધા બધા આધારને

શ્વાસને ટકવાનું કૈં કારણ હશે.

બંધ દરવાજા ઉઘાડો તો ખરા

ભીંત છે તો ભીંતનાં મારણ હશે

આવી આવીને બધાં દર્પણ થયાં

કેટલામું મારું પ્રકરણ હશે?

શોધી શકશો ઘર તમે મારું તરત

સાત સપનાનું સૂકું, તોરણ હશે

(માર્ચ’૭૪, મે’૧૧)

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012