phariyad kani nathi ane thapko nathi hwe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફરિયાદ કંઈ નથી અને ઠપકો નથી હવે

phariyad kani nathi ane thapko nathi hwe

મિલિન્દ ગઢવી મિલિન્દ ગઢવી
ફરિયાદ કંઈ નથી અને ઠપકો નથી હવે
મિલિન્દ ગઢવી

ફરિયાદ કંઈ નથી અને ઠપકો નથી હવે,

ઈશ્વરની સાથે કોઈપણ ઝઘડો નથી હવે.

‘પાછો વળે’ની રાહમાં ફેંક્યા કરું અવાજ,

ખોબાની ઊંડી ખીણમાં પડઘો નથી હવે.

એનો હું અર્થ શું કરું? વર્ષા કે દીર્ઘ રાત?

એણે લખ્યું છે પત્રમાં તડકો નથી હવે.

હું ભી હવેથી નાવ લઈ આવ્યા નહીં કરું.

તારા નગરનું નામ ભી દરિયો નથી હવે.

એકાદ શેરમાં તને સંભળાય ચીસ પણ,

મારી ગઝલમાં એકલો ટહુકો નથી હવે.

સ્રોત

  • પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : મિલિન્દ ગઢવી
  • પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2019