રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોલખ્યું તેં પત્રમાં પ્યારા! 'નથી સત્કાર મેં કીધો,
ખબર વિવેકની મુજને નથી તો તું ક્ષમા કરજે.'
અહો! સત્સ્નેહને અંગે, સુહૃદ એ બોલવું છાજે?
અરે જો પ્રેમ આદરને નહીં એ પ્રેમ પ્રેમીનો.
અખંડિત પ્રેમને બન્ધુ! જરૂર શું હોય આદરની?
‘પધારો, આવજો, બેસો,' વૃથા એ વાદ શા સારૂ?
હૃદયસત્કાર જ્યાં થાતો ઉભય ઉરમાં વિના માગ્યો,
નયનસત્કાર નવ ઈચ્છે, વદનસત્કાર શાને તો?
વિનય રસના તણો એવો, બતાવે પ્રેમમાં ખામી;
પ્રપંચી કાજ રહેવા દો, ન ઈચ્છે પ્રેમનાં પાત્રો.
હસે દિલ પ્રેમનાં ભરિયાં, રહે જુદાં છતાં સંગે.
વિનય સત્કારને એમાં, નથી અવકાશ મળવાનો.
પધારો એમ કહેવાથી, પધારે તે પધાર્યા ના!
નિમંત્રણ પ્રેમીને શેનાં? અનાદર પ્રેમીને શાનો?
મળ્યાં છે ચિત્ત વિણયત્ને, શરીર જોડાવવાં શાને?
કરે કર આપવો શાનો? મને મન જ્યાં મળેલાં છે?
હજુ 'હું–તું' તણો દિલમાં રહ્યો છું દ્વૈત-મત તુજને?
ક્ષમાની યાચના તે ક્યાં? ક્ષમા કરનાર કો બીજો?
'પધારો' આદિ પોતાને કહે તે તો વિકલ ભાસે;
વિકલતા પત્ર તારામાં મને સન્મિત્ર! ભાસે છે.
સુહૃદનું આગમન થાતાં ઊઠે સત્કાર કરવાને.
અરે! એ તો જનો જૂઠા, ખરેખર! બાહ્ય પ્રેમી તે.
ભલે! એ થીગડાં દેવાં હજો અતિ ઈષ્ટ શિષ્ટોને,
સ્પૃહા સપ્રેમના ભોગી, જનો તે તેની ક્યમ રાખે?
વિનયની પૂરણી માગે અધૂરી એટલી પ્રીતિ,
પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને.
lakhyun ten patrman pyara! nathi satkar mein kidho,
khabar wiwekni mujne nathi to tun kshama karje
aho! satsnehne ange, suhrid e bolawun chhaje?
are jo prem adarne nahin e prem premino
akhanDit premne bandhu! jarur shun hoy adarni?
‘padharo, aawjo, beso, writha e wad sha saru?
hridaysatkar jyan thato ubhay urman wina magyo,
nayansatkar naw ichchhe, wadansatkar shane to?
winay rasna tano ewo, batawe premman khami;
prpanchi kaj rahewa do, na ichchhe premnan patro
hase dil premnan bhariyan, rahe judan chhatan sange
winay satkarne eman, nathi awkash malwano
padharo em kahewathi, padhare te padharya na!
nimantran premine shenan? anadar premine shano?
malyan chhe chitt winyatne, sharir joDawwan shane?
kare kar aapwo shano? mane man jyan malelan chhe?
haju hun–tun tano dilman rahyo chhun dwait mat tujne?
kshmani yachana te kyan? kshama karnar ko bijo?
padharo aadi potane kahe te to wikal bhase;
wikalta patr taraman mane sanmitr! bhase chhe
suhridanun agaman thatan uthe satkar karwane
are! e to jano jutha, kharekhar! bahya premi te
bhale! e thigDan dewan hajo ati isht shishtone,
spriha sapremna bhogi, jano te teni kyam rakhe?
winayni purni mage adhuri etli priti,
pratiti premni karwa nathi adhikar adarne

સ્રોત
- પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 93)
- સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1942