ek bhuri ankhanun kajal thayo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક ભૂરી આંખનું કાજળ થયો

ek bhuri ankhanun kajal thayo

જયંત ડાંગોદરા જયંત ડાંગોદરા
એક ભૂરી આંખનું કાજળ થયો
જયંત ડાંગોદરા

એક ભૂરી આંખનું કાજળ થયો,

ને પવન પળમાં ભાતીગળ થયો.

છે હજી તો વાર ખૂબ વરસાદની,

પત્ર કોની યાદમાં વાદળ થયો?

ભીંતમાં ડૂબી ગયેલો જીવ આ,

ભીંત ફાડીને પછી પીપળ થયો.

ઝીલવો’તો એક પળ બસ સૂર્યને,

ફક્ત આવા કારણે ઝાકળ થયો.

નામ-સરનામું તમારું જોઈને,

ઠરેલો દીવડો ઝળહળ થયો.

સ્રોત

  • પુસ્તક : ફૂલોની પાંખ પર (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : જયંત ડાંગોદરા
  • પ્રકાશક : રીડજેટ પબ્લિકેશન
  • વર્ષ : 2015