ratabharnan jagran ten kyan mukyan? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?

ratabharnan jagran ten kyan mukyan?

ચિનુ મોદી ચિનુ મોદી
રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
ચિનુ મોદી

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?

આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?

સાચવીને ત્યાં તો મૂક્યાં હતાં,

બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં?

સહેજ પણ તેં ખ્યાલ મારો ના કર્યો?

હિંસ્ત્ર વન વચ્ચે હરણ તેં ક્યાં મૂક્યાં?

કાલ સપને કૈં ના હું કહી શક્યો,

વાણી વચ્ચે વ્યાકરણ તેં ક્યાં મૂક્યાં?

શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને,

બોલને ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં?

રસપ્રદ તથ્યો

આ ગઝલ કવિએ એમના ધર્મપત્ની હંસાની મૃત્યુતિથિ પર લખી હતી.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 220)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012