papnan ne punynan shun kaam aa kalpant chhe? - Ghazals | RekhtaGujarati

પાપનાં ને પુણ્યનાં શું કામ આ કલ્પાંત છે?

papnan ne punynan shun kaam aa kalpant chhe?

ચિનુ મોદી ચિનુ મોદી
પાપનાં ને પુણ્યનાં શું કામ આ કલ્પાંત છે?
ચિનુ મોદી

પાપનાં ને પુણ્યનાં શું કામ આ કલ્પાંત છે?

સ્વર્ગની ને નર્કની સરખી સજા-દેહાંત છે.

પર્ણને પિંજર ગણી ઊડી જનારી સારિકા

કેમ નક્કી થાય કે એ ભ્રાંત છે, નિભ્રાંત છે?

કાચના ઘરમાં ઉઘાડેછોગ રહેવાથી મને

વેદના એવી મળી કે વાણી આમરણાંત છે.

મૂઢ છું કે સ્વસ્થ છું; પણ, છે હકીકત સો ટકા

પથ્થરો પડવા છતાં પાણી બરાબર શાંત છે.

લાખ જણ લખતા, જીવીને કેટલા લખતા ગઝલ?

આપણી પાસે ફક્ત ઇર્શાદનું દૃષ્ટાંત છે.

(નવે.’૭૮, મે’ ૧૧)

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012