rokan pan hashe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રોકાણ પણ હશે

rokan pan hashe

ધૂની માંડલિયા ધૂની માંડલિયા
રોકાણ પણ હશે
ધૂની માંડલિયા

પર્વતોમાં પાતળું પોલાણ પણ હશે,

બેવફા કોરી નદીની તાણ પણ હશે.

માછલી તું મોજથી હરફર કરી શકે,

એટલું તો ઝાંઝવે ઊંડાણ પણ હશે.

મૂઠ દાણા જોઈ પંખી ભૂલી ગયું,

આટલામાં પીંજરું ને બાણ પણ હશે.

આંખથી તો ક્યારના નીકળી ગયા,

આંસુઓનું માર્ગમાં રોકાણ પણ હશે.

કેટલીયે વાર સામે જઈ રડી ગયો,

દર્પણોને પૂછ, ‘ધૂની’ જાણ પણ હશે.

સ્રોત

  • પુસ્તક : તારા અભાવમાં (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : ધૂની માંડલિયા
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2005