bhinash eni ankhne, gheri wali hati - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભીનાશ એની આંખને, ઘેરી વળી હતી

bhinash eni ankhne, gheri wali hati

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
ભીનાશ એની આંખને, ઘેરી વળી હતી
કૈલાસ પંડિત

ભીનાશ એની આંખને, ઘેરી વળી હતી,

મારા વિશેની લાગણી, ભૂલી પડી હતી.

બોલ્યો હઈશ ઊંઘમાં, તે સાંભળી હતી,

વાત શાયદ દ્વારને, ભીંતે કહી હતી.

છૂટા પડ્યાથી લાગણી, પૂરી થતી નથી,

ભૂલી જવાની વાત તો, તેં પણ કરી હતી.

તારા અબોલા એટલે સુકાયેલું તળાવ,

તારું અમસ્તું બોલવું, ખળખળ નદી હતી.

પંખી બધાંયે સામટાં, ઊડી ગયાં પછી,

એકાદ ડાળી વૃક્ષની તૂટી પડી હતી.

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995