કશુંયે ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં,
કવિતાના જ ખાઉ સમ, કવિતાથી વધુ કંઈ નહીં.
ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી,
નરી નિત મ્હેકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં.
કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર,
તપાસો સત્ત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં.
કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળે,
બનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં.
વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું’તું એ?
કહો મોંઘું કયું રેશમ? કવિતાથી વધુ કંઈ નહીં.
થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ,
હશે પરભાતિયા કાયમ, કવિતાથી વધુ કંઈ નહીં.
kashunye na kawita sam, kawitathi wadhu kani nahin,
kawitana ja khau sam, kawitathi wadhu kani nahin
khile e panakharman ne wasante thay wairagi,
nari nit mhekti mosam, kawitathi wadhu kani nahin
kawita etle kagalman manawtana hastakshar,
tapaso sattw, raj ne tam, kawitathi wadhu kani nahin
kadi ekant ajwale, kadi aa ansuo khale,
banawe shwasne phoram, kawitathi wadhu kani nahin
wanyun charkhe kabire e ke ene ganganyun’tun e?
kaho monghun kayun resham? kawitathi wadhu kani nahin
thashe jhankha shilalekho ke tutshe kotna gumbaj,
hashe parbhatiya kayam, kawitathi wadhu kani nahin

સ્રોત
- પુસ્તક : શબ્દાલય : અંક ૪ : ૧૦ નવેમ્બર, ૨૦૧૪ (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : અંકિત ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સમાચાર શાંતિ પ્રકાશન